નાગરીક અધિકાર પત્ર

સહકાર ખાતાની કામગીરી

 • રાજયના સહકારી ક્ષેત્રનો વિકાસ, નિયંત્રણ તથા ગુજરાત સહકારી મંડળીઓના અધિનિયમ ૧૯૬૧ ના અમલની કામગીરી તથા સહકારી સંસ્થાના ઓડિટની કામગીરી.
 • રાજયના ખેત ઉત્પન્ન બજાર સમિતિઓના વિકાસ નિયંત્રણ અર્થે ગુજરાત ખેત ઉત્પન્ન બજાર અધિનિયમ ૧૯૬૩ ના અમલની કામગીરી.
 • ગુજરાત ન।ણ।ધિરધ।ર કરન।ર। અધિનિયમ-૨૦૧૧ હેઠળ, કર્જ લેનારનું શોષણ અટકાવવું તથા શાહુકારો પર નિયંત્રણ.
 • ગુજરાત ઓનરશીપ ફલેટ એકટ ૧૯૭૩ ના અમલીકરણની કામગીરી.

સહકાર ખાતાનું માળખું

 • રજીસ્ટ્રાર સહકારી મંડળીઓ, ગુજરાત રાજય, ગાંધીનગરની કચેરી, સહકાર ખાતાની વડી કચેરી છે. તેમના નિયંત્રણ હેઠળ નીચે મુજબના અધિકારીઓ જુદી જુદી કામગીરી સંભાળે છે.
  • અધિક રજીસ્ટ્રાર (વહીવટ)
  • સંયુકત રજીસ્ટ્રાર (વહીવટ)
  • સંયુકત રજીસ્ટ્રાર (ધિરાણ)
  • અધિક રજીસ્ટ્રાર (અપીલ)
  • સંયુકત રજીસ્ટ્રાર (બજાર)
  • સંયુકત રજીસ્ટ્રાર (ઓડીટ / બેંકીંગ)
  • નિયામક ખેત બજાર અને ગ્રામ્ય અર્થતંત્ર
 • આ ઉપરાંત નાયબ રજીસ્ટ્રાર ધિરાણ - બેંકીંગ - ઓડીટ - હાઉસીંગ - ગ્રાહક - મીલ્ક ફોલોઅપ - વહીવટ અને નાયબ નિયામક (એ.પી.એમ. સી.)
 • મદદનીશ રજીસ્ટ્રાર વહીવટ - મહેકમ - પ્લાન - ફલેટ
 • હિસાબી અધિકારી, લીગલ સુપિ્રન્ટેન્ડેન્ટ અને ટેકનીકલ અધિકારી પિયત તથા આંકડા અધિકારી. તેઓની મદદમાં કામગીરી સંભાળે છે

જિલ્લા કક્ષાએ માળખું

 • દરેક જિલ્લામાં, જિલ્લા રજીસ્ટ્રાર સહકારી મંડળીઓ, સંબંધિત જિલ્લામાં સહકારી મંડળીઓને લગતી કામગીરી સંભાળે છે.
 • શાહુકાર ધારાના અમલીકરણ માટે જિલ્લાના જિલ્લા રજીસ્ટ્રાર સહકારી મંડળી પોતાના કાર્યક્ષેત્ર માટે રજીસ્ટ્રાર ઓફ મનીલેન્ડર્સની કામગીરી સંભાળે છે.
 • ખેત ઉત્પન્ન બજાર ધારાના અમલીકરણ માટે જિલ્લા રજીસ્ટ્રાર સહકારી મંડળીઓ, નાયબ નિયામક તરીકેની કામગીરી સંભાળે છે.
 • અમદાવાદ - વડોદરા - મહેસાણા - સુરત - ભાવનગર અને જૂનાગઢ ખાતે મદદનીશ રજીસ્ટ્રાર ધિરધાર, પોતાના કાર્યવિસ્તારના જિલ્લાઓમાં શાહુકાર ધારાની કામગીરી સંભાળે છે.
 • મદદનીશ રજીસ્ટ્રાર સહકારી મંડળીઓ પંચાયત સંબંધિત જિલ્લાની ગ્રામ્ય કક્ષાની મંડળીઓની કામગીરી સંભાળે છે.

ઓડિટ માટેનું માળખું

 • અમદાવાદ - વડોદરા અને રાજકોટ ખાતે વિભાગીય સ્પેશ્યલ ઓડિટરની કચેરી પોતાના વિભાગની સહકારી સંસ્થાઓની ઓડિટ વ્યવસ્થા, દેખરેખ અને નિયંત્રણની કામગીરી કરે છે.
 • દરેક જિલ્લામાં, જિલ્લા સ્ેશ્યલ ઓડિટર વર્ગ-૧, સ્પેશ્યલ ઓડિટર વર્ગ-૨, ઓડિટર ગ્રેડ-૧, ઓડિટર ગ્રેડ-૨ અને સબઓડિટર ઓડિટની કામગીરી સંભાળે છે.
 • મુખ્ય કાર્યપાલક અધિકારી અન્વેષણ અને નિરીક્ષણ સમિતિના નિયંત્રણ હેઠળ દૂધ મંડળીના ઓડિટ માટે અલગ તંત્ર અસ્તિત્વ ધરાવે છે.
 • જિલ્લા કક્ષાએ /તાલુકા કક્ષાએ દૂધ સહકારી મંડળીના ઓડિટની કામગીરી સ્ેશ્યલ ઓડિટર, ઓડિટર ગ્રેડ-૧, ઓડિટર ગ્રેડ-૨ અને સબઓડિટર સંભાળે છે.

તકરાર નિવેડાની લવાદી કામગીરી

રાજકોટ, ભાવનગર, અમરેલી, અમદાવાદ, આણંદ, હિંમતનગર, વડોદરા, સુરત, મહેસાણા, ગોધરા અને વલસાડ ખાતે બોર્ડ ઓફ નોમીનીઝની કચેરીઓ પોતના કાર્યવિસ્તારના જિલ્લાઓની સહકારી સંસ્થાઓ અને સભાસદ વચ્ચે કામકાજ, વ્યવસ્થા અને સંચાલન સંબંધી ઉભી થતી તકરારોના પતાવટની કામગીરી સંભાળે છે.

કઈ કામગીરી માટે જિલ્લા રજીસ્ટ્રાર સહકારી મંડળીઓનો સંપર્ક સાધશો ?

 • મંડળીની નોંધણી.
 • પેટા નિયમ સુધારા.
 • કલમ-૨૩ હેઠળ ખોટું એકરાનામું કરનાર સામે પગલાં.
 • કલમ-૨૪ અન્વયે મંડળી સભ્ય બનાવતી ન હોય તો અપીલની સુનાવણી.
 • કલમ-૩૬ અન્વયે સભ્યને દૂર કરવાની મંડળીની દરખાસ્તને મંજુર / ના મંજુર.
 • કલમ-૫૦ અન્વયે વસુલાત પ્રમાણપત્ર.
 • કલમ-૭૧ અન્વયે વધારાના નાણાં રોકવાની પરવાનગી.
 • કલમ-૭૪(ધ) અન્વયે ચૂંટણી ન થતી હોય તેવી મંડળીની વ્યવસ્થાપક સમિતિને દુર કરી કસ્ટોડીયન નિમવાં.
 • કલમ-૭૫ અન્વયે નવી સમિતિને દફતર સોંપવા.
 • કલમ-૭૬ મંડળીને નુકશાન પહોંચાડનાર અધિકારીને દૂર કરી ગેરલાયક ઠરાવવા.
 • કલમ-૭૭ અન્વયે સાધારણ સભા મોડી બોલાવવાની મંજૂરી.
 • કલમ-૭૭(૫) અન્વયે સાધારણ સભા મોડી બોલાવનાર સામે શિસ્તભંગના પગલાં લેવા.
 • કલમ-૭૮ સભાસદોની માંગણી અન્વયે ખાસ સાધારણ સભા બોલાવવા નિર્ણય કરવો.
 • કલમ-૮૧ અન્વયે ફરજો બજાવવામાં નિષ્ફળ નીવડેલ વ્યવસ્થાપક સમિતિને દૂર કરી વહીવટરદાર નિમવાં.

દરખાસ્તો સાથે બીડવાના આવશ્યક ડોક્યુમેન્ટ અને નિકાલની સમય મર્યાદા

જાહેર સેવાઓ અંગેના નાગરિકોના અધિકાર

 • http://india.gov.in, The National Portal of India : External website that opens in a new window
 • Government of Gujarat : External website that opens in a new window
 • http://www.gswan.gov.in, GSWAN : External website that opens in a new window
 • digilocker.gov.in : બહારની વેબસાઇટ નવા વિન્ડોમાં ખુલે છે
 • Vibrant Gujarat Summit
 • Office of The Chief Electoral Officer, Gujarat State : External website that opens in a new window
Go to Navigation