ઉદ્દેશો

સહકારી પ્રવૃત્તિની શરૂઆત થયા બાદ સહકારી મંડળીઓની નોંધણી માટે અને ત્યાર બાદ પ્રકારવાર સહકારી સંસ્થાની ઉપસ્થિતિ થતાં પ્રશ્નોના નિરાકરણ માટે નિયંત્રણ અને દેખરેખ રાખવા માટે જુદા જુદા સમયે જરૂરિયાત પડે તેમ સહકારી કાયદામાં ફેરફાર થતા ગયા. સહકારી મંડળીઓની ઉત્પત્તિથી અંત સુધીની પ્રક્રિયા સહકારી કાયદા અન્વયે રજીસ્ટ્રાર દ્વારા થાય છે અને તે માટે સહકાર ખાતા હસ્તક ગુજરાત સહકારી મંડળીઓના અધિનિયમ ૧૯૨૧ના અમલની કામગીરી થાય છે તે ઉપરાંત ગુજરાત ખેત ઉત્પન્ન બજાર અધિનિયમ ૧૯૬૩ તથા મુંબઈ શાહુકાર ધારો ૧૯૪૬ અને ગુજરાત ઓનરશીપ ફલેટ એક્ટ ૧૯૭૩ અને બોમ્બે વખારધારો ૧૯૫૯ના કાયદાઓનો અમલ કરવાની મુખ્ય કામગીરી છે. સહકાર ખાતાના ઉદ્દેશમાં આ કાયદાઓના અમલીકરણની સાથે સાથે સહકારી સંસ્થાઓ અને સહકારી પ્રવૃત્તિનો વ્યાપ અને વિસ્તાર વિકાસની કામગીરી, ખાનગી શાહુકારો પાસેથી ધિરાણ લેનાર લોકો માટે સામાજીક ઉત્તરદાયિત્વ નિભાવવાની કામગીરી, ગુજરાત ખેત ઉત્પન્ન બજાર અધિનિયમ નીચે ખેડૂતોને તેમના ઉત્પાદનમાં પોષણક્ષમ ભાવો મળે, તેમને તાત્કાલિક રોકડા નાણાં ચુકવાય તે જોવાની નૈતિક જવાબદારી સાથે ખાતાના મુખ્ય ઉદ્દેશો નીચે મુજબ છે.

સહકારી સંસ્થાઓના માધ્યમ દ્વારા ગરીબો અને મધ્યમ વર્ગના લોકોનો અરસ પરસ આર્થિક વિકાસ થાય તથા ખેડૂતોના ઉત્પાદનની યોગ્ય અને ન્યાયી વળતર મળે તથા ગ્રાહકો/વપરાશકારોને યોગ્ય ભાવે જીવનજરૂરિયાતની ચીજવસ્તુઓ મળી રહે, આર્થિક જરૂરિયાતવાળા લોકોને યોગ્ય અને વ્યાજબી વ્યાજના દરે જરૂરી નાણાં મળી રહે તે માટે સહકારી સંસ્થાઓની નોંધણી કરી નોંધાયેલી સહકારી સંસ્થાઓ ઉપર કાયદા મુજબ દેખરેખ રાખવી, નિયંત્રણ કરવું અને આવી સહકારી સંસ્થાઓને રાજ્ય સહકાર પોતાની જુદી જુદી યોજનાઓ હેઠળ જરૂરી નાણાંકિય મદદ પૂરી પાડવી.

ખેત ઉત્પાદન તથા તેની સહાયક તેવી પશુપાલનની પ્રવૃત્તિ માટે ખેત ઉત્પાદનના યોગ્ય અને વ્યાજબી ભાવે મળી રહે તે માટે ખેત ઉત્પન્નના ખરીદ વેચાણની બજાર વ્યવસ્થા કરવા માટે રાજ્યના જુદા જુદા સ્થળોએ ખેત ઉત્પન્ન બજાર સમિતિઓની રચના કરવી. આ સમિતિઓ ઉપર કાયદા હેઠળ દેખરેખ અને નિયંણ રાખવું જોઇએ. ખેત ઉત્પાદનનું જુદા જુદા વર્ગોમાં વર્ગીકરણ કરવું, તેની વેચાણ વ્યવસ્થા તથા સંગ્રહ વ્યવસ્થા માટે સુવિધાઓ પુરી પાડવા માટે સરકારે નક્કી કરેલ જુદી જુદી યોજનાઓ નીચે બજાર સમિતિઓને નાણાંકિય સહાય આપવી ્ને તે રીતે સમાજના નીચલા તેવા ખેડૂત વર્ગના આર્થિક વિકાસ કરી ઉપર લાવવા મદદ કરવાનો.

સમાજના આર્થિક રીતે નબળા અને જે કોઇને સંસ્થાકી ધિરાણો મળી શકે તેમ નથી તેવા વર્ગના લોકો કે જેઓની ફરજીયાતપણે ખાનગી શાહુકાર પાસેથી ધિરાણ મેળવું પડે તેવા ધિરાણ લેનાર ગરીબ વર્ગને શાહુકારો ઊંચા વ્યાજના દર લઇ શોષણ કરે નહિં તે માટે આવા લોકોને રક્ષણ પૂરું પાડવા માટે શાહુકારો ઉપર કાયદાકીય જરૂરી નિયંત્રણ કરવાનો.

માળખાનાં ધોરણે ફલેટોના બાંધકામ કરાવવા અને તેના વેચાણ, વહીવટ અને તબદિલિ અંગે નિયંત્રણ કરવા તથા વ્યક્તિગત ફલેટની માલિકી માટે તથા આવા ફલેટની જે તે વારસને તબદિલી પાત્ર બનાવવા જે તે બિલ્ડર, ઓર્ગેનાઇઝર, પ્રમોટર્સ પાસેથી ફલેટ અંગેના રેકર્ડ માંગીને તપાસીને ફલેટ ધારકોને છેતરાતા અટકાવવા માટે બિલ્ડરો ઉપર નિયંત્રણનો ઉદ્દેશ છે.

  • http://india.gov.in, The National Portal of India : External website that opens in a new window
  •  Government of Gujarat : External website that opens in a new window
  • http://www.gswan.gov.in, GSWAN : External website that opens in a new window
  • digilocker.gov.in : બહારની વેબસાઇટ નવા વિન્ડોમાં ખુલે છે
  • Vibrant Gujarat Summit
  • Office of The Chief Electoral Officer, Gujarat State : External website that opens in a new window
Go to Navigation